Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2010

આજે કનૈયાને થોડો અળગો કરી થોડી માનવીય વાત!ડોકટર થવામાં મારા ઘણા સારા જૂવાનીના વર્ષો વહી ગયા. સર્જન થઈ નોકરી કરતો થાઉં અને પછીજ પરણવું એવું પણ લીધેલું. એટલે મારા ઘણા મિત્રો પરણીને બાપ બની ગયેલા. બંદા તેમના લગ્નોમાં નાચે અને સ્વપ્નો જુવે. એવા સમયમાં એક મિત્રના દિકરા જિગરના પહેલા જન્મદિવસની પાર્ટીમાં ગયો અને તેનો જે અનૂભવ થયો તેનાથી કાવ્ય રચાયું હતું. ત્યાર પછી મિત્ર કુટુંબ સાથે અમેરીકા જતા રહ્યા અને અમારો સંબંધ ધીરેધીરે ભૂલાઈ ગયો. કદાચ જીગર પણ અત્યારે એકાદ બે બાળકોનો બાપ બની ગયો હશે. જિગર, ભઈલા, તું ક્યાં છે?જુવાનીનું ઉર્મિસભર રૂદય વચ્ચેના સંઘર્શમય વર્ષોમાં ક્યાંક ખોવાઈ ગયું હતું, જે હમણાં ફરીથી ખીલી રહ્યું છે. અલબત્તા થોડી અલગ રીતે, પ્રભુ પ્રેમમાં, કૃષ્ણ ભક્તિમાં. આપ સૌ મિત્રોને કેવું લાગ્યું?

જિગર નો જન્મદિન

(મંદાક્રાન્તા)

 જોને આજે જિગર તુજને વ્હાલ મિત્રો કરે છે,

પાપા મમ્મી અધિર બનતાં ભાલ ચુમી ભરે છે.

 

જાનેવારી પ્રથમ દિવસે સાત ચાળીસ વાગે,

હા! તારો જનમ દિન છે, કેમ ભૂલી જવાશે?

 

કાપી તેંતો સરસ ગમતી કેક તારે કરેથી,

ઠારી દીધી ઝળહળતી મીળબત્તી ફૂંકેથી.

 

ભેટો મોટી સહ રમકડાં,આપતા આશિર્વાદો,

થાજે મોટો દિપ જગતમાં, કુળનો તારનારો.

 

મારી પાસે કશું નહિ મળે, અર્પુ લે કવિતા,

હૈયામાં સહજઉઠતી,ઊર્મિઓની જનેતા.

 

 

સાજ‘” મેવાડા

 

Read Full Post »

 

 

મારો કેજો સંદેશો કર જોડી“. ૧૦મી જુલાઈ, મારો જન્મદિવસ. પ્રભુએ મને સરસ સ્વાસ્થ્ય આપ્યું અને સાથે અન્યને પણ એક સર્જન તરીકે મદદ કરવાની તક આપી. શ્રી કૃષ્ણને જેમ એમના માતાપિતા અને ગોકુળ ગામ યાદ આવે છે તેમ હું પણ મારા બાળપણનાં સંસ્મરણાંમાં ખોવાઈ ગયો હતો. વ્રજવાસીઓ, ગોપ અને ગોપીઓની શ્રીકૃષ્ણ તેમને છોડીને ગયા પછી જે વિરહવેદના અનુભવી એવીજ કંઈક વેદના મેં અનુભવી, આ રચના લખાઈ. ભગવાન શ્રીકૃષ્ણએ જાણેકે મને સંદેશો મોકલ્યો! સાજ પૂછે તો કેજો વાત આટલી.”

મારો કેજો સંદેશો કર જોડી

 

ાઓ જાઓ ઓધવજી દોડી,

મારો કેજો સંદેશો કર જોડી.

રથ આપું તમોને જોડી,

મને યાદ આવે ગોકુળની કેડી.

 

નંદબાબાને મારી જશોદા માવડી,

્રેમે ખવડાવે મને માખણને મિસરી,

મને યાદ આવે નંદજીની ડેલી,

નથી ભૂલ્યો હું કામળી ને ગેડીજાઓ જાઓ

 

ગોપી ગોવાળને વ્રજનાર ભોળી,

દોડી આવતાંએ ઘરબાર છોડી,

મને યાદ આવે રાધાજીની કેલિ,

સુણી બંશરીને થઈ રાસ ઘેલી….જાઓ જાઓ

 

જળ જમનાનાં હું કેમ જાઉં વિસરી,

ઝૂલ્યો કદંબ ડાળ છેડીને બંશરી,

મને યાદ આવે મોરપીંછ પાઘડી,

સાજપૂછે તો કેજો વાત આટલી….જાઓ જાઓ

 

સાજમેવાડા

કોઈ પણ રાગમાં ગાઈ શકાય છે., સારંગ, ભૈરવી, ભુપાલી..

 

Read Full Post »

Please Note: This is rephotographed from original poster by ISKCON.

 

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ“, રચનામાં નટખટ કનૈયાની નટખટ એવી ગોપી તેને ચિડવવા, કંઈક એવું કહે છે કે કા’નો રુઠીને રિસાઈ જાયછે. પછી અજાણતાં કહેવાનું કહેયાય જતાં વાતને પાછી વાળી લેછે, કહે છે કે, “તું તો મને ખૂબજ વ્હાલો છે, મારા સ્વામી! વાત હું જાણતી હોત તો એવુ કદીના બોલતે.”

  

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ.

  

ખી મને ઘડીએ ના આવે ચેન,

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ.

 

જશોદાજી ગોરાંને ગોર છે નંદ,

મેઘલી રાત સમું કાળુ તારું અંગ.

સહેજ કીધું કાના તુ ગોરો નથી કેમ?

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણખી મને..

  

માખણની ચોરી કરે વર્તાવે કેર,

નંદઘેર ભર્યા છે માખણના ઢેર.

સહેજ કીધું કાના તુ ચોરી કરે કેમ?

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણખી મને

 

વેરણ મારી રાતડીને ભલે થાયે ભોર,

વેણુની ધૂન વાજે આઠે પહોર.

સહેજ કીધું કાના તુ વ્હાલો લાગે કેમ?

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણખી મને

 

બાંય ઝાલી હૈયે લીધી પ્રેમ ભરે નેણ,

કાનમાં કીધાં મને મીઠાંમધ વેણ.

સાજના સ્વામી તને જાણ્યો નહીં કેમ?

કાનો મારો રુઠ્યો રિસાયો કવેણ..ખી મને.

 

સાજમેવાડા

રાગઃ ભૂપાલી, શિવરંજની

 

Read Full Post »