Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2010

જાણીતી વાત ફરી એકવાર,

શ્રી કૃષ્ણના જીવનની સાથે બંશરી અને રાધાજી એવાતો વણાય ગયાછે કે એકને યાદ કરીએને બાકીનાં બંને આંખ સામે આવી જાય છે.

કંશના દરબાર, મથુરા માં તેડવા આવેલા અક્રુર સાથે શ્યામને  જવાની વખતે સૌ વ્રજવાસીઓ અને રાધા નિરાશ થઈ જાય છે. આ સમયે રાધાને કનૈયાનુ વાંસળી વાદન નથી ગમતું, અને રિસથી ન કહેવાનું કહે છે. કનૈયો તેમને સમજાવે પણ માને તો ને? આખરે રાધાજી કનૈયા પાસેની વાંસળી યાદગીરી રુપે લઈ લે છે. આમ પ્રિયા રાધાજીને આપેલી વેણુ મથુરા જઈને છેલ્લે દ્વારિકામાં વસેલા કૃષ્ણને મેલવી પડે છે. પણ વ્રજમાં હજીએ કોઈ કોઈને વેણુનાદ સંભળાય છે એવી લોકવાયકા છે.

જરા કાને ધરોતો શ્યામ….

વાંસળી મેલીને જરા કાને ધરોતો શ્યામ, કરું વાત મારે મન વિંધતી,

હોઠે ધરો છો પોલી વાંસનીએ ભૂંગળી, અમને રાખો છો શાને ઝૂરતી.

 

બ્રહ્મનાદ વેણુનો, અંશરુપ મારાં તમે, શાને પૂછો છો રાધે રીસથી,

વ્રજમાં વેણુના સુરના સંભળાયતો, જશો મને વ્રજજન વિસરી.

 

મથુરા જાઓ છો, અમને છોડીને શ્યામ તમે,વેણુ આપોને અમને ગીરવી,

પાછા ફરીને જ્યારે ગોકુળમાં આવશો, વેણુ આપીશું પાછી પ્રેમથી.

 

દ્વારિકાનો નાથ મારો શંખનાદ ફુંકે ત્યારે, ભુલે વેણુને ભુલે મહી-મિસરી,

“સાજ”ને શ્યામ સખી હજીએ સંભળાવે હરિ, ગોકુળનો વેણુનાદ હેતથી.

“સાજ” મેવાડા.

Read Full Post »