Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2015

ApexanI Upexa Poem by Saaj Mevada

અપેક્ષાની ઉપેક્ષા (મંદાક્રાન્તા)

બેટો મારો, ભણતર થકી, એક થાશે અમારો,

માનીતોને, અમ સકળની, ભાંગશે ભૂખ કેવો!

થાશે એતો, જરજર તણી, દેહની લાકડીને,

હોશું બેઠાં, સમય મળતાં, પૌત્ર ખોળે લઈને,

વાતો મીઠી, નિજ સુખ તણી, કેશું ભેગાં મળીને,

આવે જ્યારે, સુ અવસરને, બોલશે એ હસીને,

માડી મારી વદ તુજ તણી, છે શું ઈચ્છા કદીતો

લાવી દેતો, હું ક્ષનિક મહીં, બોલ માડી હવેતો!”

માતા પિતા, પુત્ર ઉપર આ રાખતા જે અપેક્ષા,

એ યુવાની, સહજ મળતાં, થાય તેની ઉપેક્ષા.

બોલે ત્યારે, નિજ જનકને, “કેમ વચ્ચે બકો છો?-

ડોસો ભૂંડો, અણ સમજુંયે, ઓહ! ખોટો લવારો!”

માતાને કે‘, “અરરર જરા, ડોહલી શેં ન જોતી,-

દેખાતું ના, તુ જ નયનમાં?, રોજ દુઃખો જ રોતી!”

વૃધ્ધાશ્રમે, જનક જનની, છોડવા જાય પછી તે,

માતા પિતા, સજળ નયને, જીવ છોડે કમોતે!

-‘સાજમેવાડા.

Read Full Post »

Bhala Manas- Gazal- Saaj Mevada

શું ભલા માણસ! (ગઝલ)

આમ અવઢવમાં શોધે શું? ભલા માણસ!

રણ મહીં કૂપ મળશે શું? ભલા માણસ!

હરકદમ તેં બતાબી છે ઘણી હિંમત,

છેક પહોંચી ડરેછે શું? ભલા માણસ!

બંધ આંખે ભલે જોયાં ઘણાં સપનાં,

આંખ ઊઘડતાં વિચારે શું? ભલા માણસ!

જીંદગીની સફર તારી હશે જુદી,

વાટ એકજ પકડે શું? ભલા માણસ!

જે ગઝલ કોઇને સમજાયના તો પણ,

સાજનામે તું કહે છે શું? ભલા માણસ!

-‘સાજમેવાડા

Read Full Post »