Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2019

246-Samjavtan-Gazal

      246-Samjavtan-Gazal

        સમજાવતાં-ગઝલ

કેટલું થાકી જવાયું, જાતને સમજાવતાં,

વ્રક્ષ જેવું જીવવાની, વાતને સમજાવતાં.

સૂર્ય કાલે ઊગશે નક્કી હતું તો પણ મને,

વાર લાગી એક કાળી રાતને સમજાવતાં.

એ નદીને ખાળવામાં ઊછળીને શું કરે?

વીફર્યાં છે વાદળો દરિયા તને સમજાવતાં.

વેડફી શબ્દો ઘણા બોલ્યા કરું છું એટલે,

થાપ ખાધી મૌનની તાકાતને સમજાવતાં

મધ્ય સપ્તકમાં જ છે આ ‘સાજ’ના સૂરો બધા,

જિંદગી વીતી, તને આ સાતને સમજાવતાં.

            ‘સાજ’ મેવાડા

 

Read Full Post »