Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2019

         245-To saru-Gazal

            જાયતો સારું ગઝલ

હ્રદય દાઝી ગયું ચોપાસ ઠરતું જાયતો સારું,

નથી વેઠી શકાતું દર્દ શમતું જાયતો સારું.

ફરક પડતો નથી મારે, દિવસ કે રાત છે ક્યારે,

બધી રાતોમાં અંધારું પ્રજળતું જાયતો સારું.

અસાઢી મેઘનો છે ભાર, સ્હેવાતો નથી આજે,                

ભલે આંખો ભરી વાદળ વરસતું જાયતો સારું.

દિલાસો દઇ મને કોઈ હવે ચાલ્યું ગયું છે જો,

હરયની લાગણી મારી સમજતું જાયતો સારું.

મઠારી આપ સાજિંદા હવે આ ‘સાજ’ તૂટ્યું છે,

મધુરા ગીતને છેડી નિખરતું જાયતો સારું.

   -‘સાજ’ મેવાડા

 

Read Full Post »

244-Satya Ahinshana Sadhak-Nazam

       સત્ય અહિંસાના સાધક-નઝમ

સત્ય અહિંસાના છે સાધક, ગાંધીજી.
પ્રેમ કરુણાના છે શ્રાવક, ગાંધીજી.

અંગ્રેજ હકૂમત સામે ધરણાં કરતા,
નિર્ભય થઇને સૌથી આગળ ધપતા,
ભારત છોડોના અધિનાયક, ગાંધીજી.
સત્ય અહિંસાના…..
દીન, દલિત, દુ:ખી સૌને હ્રદયે રાખ્યા,
સરખા માની હિંદુ મુસ્લિમને  ચાલ્યા,
માનવતાના છે ઉધ્ધારક, ગાંધીજી.
સત્ય અહિંસા….
આઝાદીનો જુવાળ ભરી અંતરમાં.
ધોતી પેરીને ફર્યા દુનિયાભરમાં,
યાદ કરે સૌ લાઠી, ઐનક, ગાંધીજી.
સત્ય અહિંસાના…
આપ્યો છે શાંતિનો સંદેશ નિરંતર
નામ અમર રેવાનું યુગોયુગોન્તર,
સત્ય પ્રયોગોના છે લેખક, ગાંધીજી.
સત્ય અહિંસાના…….


– ‘સાજમેવાડા  17 Nov 2019

 

Read Full Post »