Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for મે, 2016

 

150 – Chhe Haji – છે હજી (ગઝલ)

ના થયો વરસાદ, મોસમનો ધખારો છે હજી,

થાય મૂશાળધાર હેલીનો ઇશારો છે હજી.

જીવતરનાં પગલાં, ભૂસાઇ ગયાં છે, સ્હેજમાં,

પ્હાડપરની સાચવેલી એ મઝારો છે હજી.

ફૂલદાનીમાં સજેલું ફૂલ લાંબું ના ટકે,

દલદલો ખરશે છતાં ફોરમ પ્રસારો છે હજી.

પાંખ ફૂટી ઉડશે આકાશમાં પંખી હવે,

વૃક્ષપર એ ઝૂલતો માળો બિચારો છે હજી.

રોકડાયે આપશું, જો ડાઘુંઓ છોડી જશે,

ઘાતથી છટકી જવાના પણ વિચારો છે હજી.

તૂટશે આસાજપણ સરગમ કદીના છોડશે,

એકતારો હાથ લાગ્યો, એ સહારો છે હજી.

-‘સાજમેવાડા

  Venunad.wordpress.com

150 – Chhe Haji – છે હજી (ગઝલ)

Read Full Post »

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

તારી કને આવી શકું મારા મહીં હિંમત નથી,

એવું નથી કે પ્રેમમાં તારા, મને નિસ્બત નથી.

રેખા નથી હાથે અને ભાલેય ખોટો લેખ છે,

મેળાપ જો ના થાય તો, કે’વું પડે કિસ્મત નથી.

આંધી મળી મઝધારમાં, ના ધૃવ તારો દિસે,

ડૂબી જશે આ નાવડી, ખૂદા કરે હરકત નથી.

તારો મળે જો પ્રેમ તો સઘળી સજા મંજુર છે,

મારો ગૂનો ચર્ચાય છે, તારા ઉપર તહોમત નથી.

ગાવા કહો છો ભૈરવી મહેફિલના આરંભમાં,

પહેલા સમારો ‘સાજને’ ગાનારને સંગત નથી.

-‘સાજ’ મેવાડા

149-Sangat Nathi-સંગત નથી-ગઝલ

Read Full Post »

148 – Limdama-Gazal-લીમડામાં (ગઝલ)

લીમડામાં ડાળ મીઠી શોધજે,

દર્દમાં પણ મોજ તારી રાખજે.

શ્વાસ રુંધી નાખશે આ પીંજરું,

પ્રેમ કૂંચી વાપરીને ખોલજે.

ધોરી મારગ ના મળે તો શું થયું?

એક પગદંડી મળે તો ચાલજે.

કાંઠલો તોડ્યો હતો, પાકો હતો,

એ ઘડો સંધાયના તો ફોડજે.

બાર ના દેખાય કોઇને એટલે,

એ છબી મેં કોતરી છે કાળજે.

સાદ તો એનો બધે પડઘાય છે,

એજ છે આધાર મારો જાણજે.

શક્ય છે ના પણ બને ભૂલી જવું,

દીપ પેટાવી કબર શણગારજે.

   -‘સાજમેવાડા

148-LIMDAMA-Gazal-Saaj Mevada

Read Full Post »