Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2015

121- …અવઢવમાં છું (ગઝલ)

હું પણ છું ને તું પણ છું, અવઢવમાં છું,
કાચછું કે દર્પણ છું, અવઢવમાં છું.
જાણું છું, તારાથી હું જીવનમાં છું,
જન્મોભર નુંસગપણ છું, અવઢવમાં છું.
માણસ નામે પ્રાણી છું, નશ્વર માં છું,
કાયા સાથે તું પણ છું, અવઢવમાં છું.
અગ્નિમાં ખડકાયેલો, બળવામાં છું,
લાશ છું કે ખાંપણ છું, અવઢવમાં છું.
‘સાજ’ના સર્જનમાં , શબ્દોમાં છું,
અંતે કોની થાપણ છું, અવઢવમાં છું.

-‘સાજ’ મેવાડા

121-Avadhavamaa Chhu-Gazal.

 

Read Full Post »