Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2015

120 – નજરમાં મળી – (ગઝલ)

કડી લાગણીની નજરમાં મળી,

પછી વાત આખી નગરમાં મળી.

ઘણી શોધ તારી વસંતે કરી,

ખરી ભાળતો પાનખરમાં મળી.

હશે સાંભળી આર્તનાદો તમે,

મદદ ના અમોને સફરમાં મળી.

કળીને ભમર દાદ ના દે ભલે,

પતંગે કરીએ કદરમાં મળી.

સુરા કે સનમનો નથી સાજપણ,

મજાતો ખરી રાહબરમાં મળી.

-‘સાજમેવાડા.

 

.

Read Full Post »

119 – વસંતી પવન(ગઝલ)

વસંતી પવન વાય છે,
હ્રદયમાં શું ભોંકાય છે?

અહીં ભીંત પણ સાંભળે,
ધીરે બોલ, પડઘાય છે!

સમયથી હવે ચેતજો,
અચાનક ફરી જાય છે.

હશે મીણ જેવું હ્રદય,
બધે પીઘળી જાય છે.

નથી ‘સાજ’ બેસૂર પણ,
તમારા થકી થાય છે.

-‘સાજ’ મેવાડા
from – venunad.wordpress.com

119-Vasanti Pavan-Gazal-Saaj Mevada

Read Full Post »