Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2015

26 June 2015 (126) આથમી જાય છે – (ગઝલ)

સુર્ય ઊગી આથમી પણ જાય છે,

ચાંદ તારા એપછી પરખાય છે.

આબરૂ ઊંચી હતી તારી ભલે,

એક કીધી ભૂલ ત્યાં ચર્ચાય છે.

રોપશોના તૂલસી ઘર આંગણે,

સિંચનારા જ્યાં નથી કરમાય છે.

હોય જ્ઞાની તે કદી બોલે નહીં,

છે અધુરો તે ઘડો છલકાય છે.

લોક તમને સહેજમાં ભૂલી જશે,

વ્હેલું મોંડુ હવે સમજાય છે.

હસ્તરેખા ના કદી વંચાવશો,

બંધ મૂઠી લાખની સચવાય છે.

નસ્લ જાણીને ગઝલ કેતો હશે,

સાજ‘! શાયર બધે વખણાય છે.

-‘સાજમેવાડા

126-Aathmi Jay Chhe-Gazal-Saaj Mevada

Read Full Post »

(125)….તો શું કરું? (ગઝલ)

આ દરદ કોઠે પડે તો શું કરું?

વેદનાને ઘર જડે તોશું કરું?

હોય આઠે પો’ર તારી ઝંખના,

યાદ તારી ઝોકે ચડે તો શું કરું?

વાત મારે પ્રેમથી કરવી હતી,

શબ્દ ખોટા સાંપડે તો શું કરું?

આ તરસ તો છે શરાબી જામની,

મયકદે સાકી નડે તો શું કરું?

‘સાજ’ કેવા વેશ બાકી રહી ગયા!

આખરી પડદો પડે તો શું કરું?

-‘સાજ’ મેવાડા

125-To shu karu Gazal Saaj Mevada

Read Full Post »