Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2011

Off line for some time

Dear my blog visitors,

I will be off line for 2 to 3 weeks. Please bear with me if I do not respond to your comments in time. Please continue to visit and read & enjoy my other postings too. I certainly appreciate your comments and wish they are worth reading.

Thanks a lot.

Yours ,

Dr P A Mevada, “Saaj”

Read Full Post »

મારે કાનાનું નામ નથી લેવું.

Dwarka from Reliance Road

મારે મીઠાપુર સાથે દ્વારિકાને છોડવાનો સમય નજીક છે ત્યારે અંતરમાં અવનવી વેદના અનુભવાય છે. ખાસતો મારા આરાધ્ય દેવાધિદેવ ભગવાન શ્રી દ્વારિકાધીશને, મારા કાળીયા ઠાકોરેને છોડીને દૂર વસવું પડશે એની વેદના ઘણી છે. આવા ભાવાવેશમાં આ રચના થઈ છે. આપ ભાવિકોને પણ ગમશે અને કંઈક અંશે થોડી વિરહ વેદના પણ અનુભવાય તો મારો પ્રયત્ન સફળ થયો છે. બાકી પ્રભુપ્રેમની સામે કશુંય ના ટકે, જોજનો દૂર રહીને પણ એ અનુભવાય.

મારે કાનાનું નામ નથી લેવું,

ભલે રાતભર જાગીને રોવું.

પ્રેમે પરખ્યોતો એને વૃજની કુંજમાં,

રાસ રમ્યો તો સાથે વેણુની ધૂનમાં,

નથી કાળીયા ઠાકોરને કંઈ કહેવું….મારે.

તારો હુંકમ હું આજ માથે ચડાવું,

દર્શનને કાજે હરિ ધામ તારે આવું,

અંતે સાગરમાં મારે સમાવું….મારે.

ચરણે પડીને ‘સાજ’ વિનવે છે નાથને,

નંદજીના લાલ ના છોડો મારા હાથને,

ભવભવના બંધન કેમ તોડું….મારા.

‘સાજ’ મેવાડા

૧૦મી જુલાઈ ૨૦૧૧.

 

Read Full Post »

મારા પરમ મિત્ર શ્રી શરદભાઈ મેહતા મારા જન્મ દિવસે કંઈ નવીજ ભાવભીની કાવ્યમય રચના કરે અને શુભકામનાઓ પાઠવે છે. આ ૧૦/૦૭/૨૦૧૧ ના રોજ પણ તેમણે આ રચના લખી આપી. તેમના આ પ્રેમભર્યા ભાવનો હું ૠણી રહીશ.

 

પરમ સુખ પરમ નિધાન,

પુરૂષોત્તમ એવું પ્યારું નામ.

 

મેલી ગુજરાત આવ્યા દ્વારકાધામ,

નરસી-મીરામ જેમ મળ્યું સુખધામ.

 

જેવી લગનથી પ્રભુને ભજ્યા,

એવાજ દુઃખીના કાર્યો કર્યા.

 

ડૉ. ગોરડીયાની યાદ દેવડાવી,

લોકોના હૈયામાં શ્રદ્ધા જગાડી.

 

લેતા હરદમ પ્રભુનું નામ,

એનાજ વિશ્વાસે થતા એના કામ.

 

“સાજ” ઉપનામે રચનાઓ કરી,

ભાવના કેવળ દ્વારકાનાથની ભરી.

 

ભક્તિમાં તન્મય થઈ ગાતા,

દુઃખડા સર્વે ભૂલાઈ જાતા.

 

આવા મળ્યા અમને સુખધામ,

હવે પધારો છો નિજધામ.

 

“મંગલદિપ” કરશે ધૂનોનું ગાન,

કીર્તિ ફેલાય જગમાં પ્રભુ એવું દેજો દાન.

 

શ્રીશરદ મેહતા,

“મંગલદિપ”

મીઠાપુર.

Read Full Post »