Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2012

મિત્રો,

ઘણા વખત પછી નવી રચના મુંકુ છું.  સારુ હોય તેવું લખવું અને પોતાને પણ ગમે તો જ બ્લોગ પર મૂકવું એવો નિયમ રાખ્યો છે, એટલે સમયના અભાવે એવું બને છે. નૂતન વર્ષાભિનંદન !

 

Photo by Ishmail Makoda-at village Goriyari near Dwarka-from Fb

 

89 – Che Haji…. છે હજી….

વરસાદ શ્રાવણમાં ના થયો, ભલે ના થયો,

અસાઢ જેવી હેલીનો, વરતારો છે હજી.

પગલાં હતાં રેત પર, ભૂંસાઈ ગયાં સે’જમાં,

પહાડ પર કોતરેલી, લકિરો છે હજી.

કરમાઈ ગયું ફૂલ, પરિતાપથી આ બાગમાં,

ખરેલાં દલ દલ માં, સુંગંધી જલસો છે હજી.

ફંટાયાં બે પંખી, નભમાં જૂદે રસ્તે,

ઝૂલે એ વૃક્ષ પર, જૂનો માળો છે હજી.

ગણી આપશું રોકડા, ડાઘુઓને મોજથી,

મોત જરા દૂર હટ, આ દાવ લેવો છે હજી.

સાજંદાના હાથથી, તૂટી ચૂક્યો છે એ,

‘સાજ’ સર્જનહારને, શોધી રહ્યો છે હજી.

-‘સાજ’ મેવાડા

Read Full Post »