Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2017

194 – Sahelu Nathi-સહેલું નથી-ગઝલ

તારા ભરોસે જીંદગી, બોલી ફરું સહેલું નથી,
તું હોય કે ના હોય પણ, ભૂલવું સહેલું નથી.
પાછું તને દેવું જ છે, જેવું મને આપ્યું હતું,
જીવન મને સાંપ્યા પછી, સંભાળવું સહેલું નથી.
મંજિલ તરફની દોડમાં ભૂલો પડ્યો તો શું થશે?
અંધાર ઘેરી રાત છે, ને પહોંચવું સહેલું નથી.
ઉપચાર તો અંતે થશે, જ્યારે થશે ત્યારે થશે,
હમણાં હૃદયના દર્દથી, છૂટી શકું સહેલું નથી.
તું જો નજર મારા તરફ કરતો નથી તો શું થયું,
શ્રધા વગર સંસારમાં જીવી જવું સહેલું નથી.
છંછેડશો જો ‘સાજ’ને, બેસૂર થઇને બોલશે,
સમજી જશો જો શાનમાં, કહેવું બધું સહેલું નથી.

-‘સાજ’ મેવડા

 

Read Full Post »

193-Jivashe(Gazal)-જીવશે(ગઝલ)

માનવી જંજાળ સાથે જીવશે,

ને મરણની ફાળ સાથે જીવશે.

ડર હશે ડૂબી જવાનો તે છતાં,

મરજીવો પાતાળ સાથે જીવશે.

માનવી ભોળો હતો બાળક સમો,

ચાંદ જોવા થાળ સાથે જીવશે.

મોતનો આતંક માથે હોય પણ,

મા હશે હેતાળ, સાથે જીવશે.

સાજપર છેડી હશે એણે ગઝલ,

સરગમી સંભાળ સાથે જીવશે.

-‘સાજમેવાડા

   Venunad.wordpress.com

 

 

Read Full Post »

આજે એક વ્યંગ ગઝલ રજું કરું છું. (ના સમજાયતો મક્તા ફરીથી વાંચશો)

192 – કૂતરો વ્યંગ ગઝલ

આગળ પાછળ છે ફરનારો, જોયો કૂતરો,

દોસ્ત હતો કે દુશ્મન મારો? જોયો કૂતરો.

પીઠ પછાડી છાનો આવી બચકાં ભરતો,

હાથી પાછળ એ ભૂંકનારો, જોયો કૂતરો.

આવે કોઈ જો શેરી નાકે, ભસવા માંડે,

રાત દિવસ કરતો દેકારો, જોયો કૂતરો.

પૂંછ હલાવી પગ ચાટે ને સ્નેહ બતાવે,

જાણે એતો છે નોંધારો, જોયો કૂતરો.

‘સાજ’ તમે કંઈના સમજ્યા એના વાદે,

માણસ જેવો થઈ રે’નારો, જોયો કૂતરો.

‘સાજ’ મેવાડા

 

 

 

Read Full Post »