Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર, 2016

  160 -અંજળ હશે-ગઝલ

ક્યાંક મારું રણમાં પણ અંજળ હશે,

તાડ જેવું વૃક્ષ છું પણ ફળ હશે.

છે ઝરણની વાટ પથરાળી ભલે,

ગીત એનું સાંભળો ખળખળ હશે.

એકધારું ચાલવામાં જીત છે,

કાચબો પણ દોડમાં આગળ હશે.

પ્રેમ દીપક રાતભર બળતો રહે,

મેશ તારી આંખનું કાજળ હશે.

માનવી હોતા નથી સારા બધે,

બાગમાંયે ક્યાંક તો બાવળ હશે.

એક માળીની કબર સામે હવે,

ફૂલના રૂદન તણું ઝાકળ હશે.

‘સાજ’, સર્જનમાં હવે નસ્તર નથી,

પેન, પુસ્તક, હાથમાં કાગળ હશે.

  -‘સાજ’ મેવાડા

160-anjal-hashe-gazal-saaj-mevada

 

Read Full Post »