Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2017

171-કલમ રાખો-ગઝલ

એ જ સાકી અને સનમ રાખો,

મયકદે પ્યાસની કલમ રાખો.

અંધને આંધળો કહો છો પણ,

બોલવામાં જરા શરમ રાખો.

આ સમાચારની નથી વાતો,

કેમ ચર્ચા કરી ગરમ રાખો?

ગેબનો પંથ છે ઘણો દુર્ગમ,

સાચવી સાચવી કદમ રાખો.

ના કહો કે નથી તમારું કોઇ,

‘સાજ’ના પ્રેમમાં પરમ રાખો.

-‘સાજ’ મેવાડા

 171-pyasni-kalam-rakho-gazal-saaj-mevada

Read Full Post »

     170-દરિયોગઝલ

ઘડીવાર આવી મળી જાય દરિયો,

પછી આંખ ભીની કરી જાય દરિયો.

ઉમળકો કરીને ધસી આવે મળવા,

કિનારેથી પાછો વળી જાય દરિયો.

હવે શંખ છીપો નથી વીણવાના,

ઘણીવાર મોતી ધરી જાય દરિયો.

ભલે સંત જેવો ઘણો શાંત છે પણ,

પવનને તકાજે છળી જાય દરિયો.

ઉદરમાં ભરેલી કોઇ આગ રાખી,

કહોસાજશાને બળી જાય દરિયો.

-‘સાજમેવાડા

 170-dariyo-gazal-saaj-mevada

 

Read Full Post »