Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2014

Nalsarovar

117 – રાહત લાગે ગઝલ (C)

તૃષ્ણાના શબને દાટી દઉં તો રાહત લાગે,

આ બળતા જીવને ઠારી દઉં તો રાહત લાગે.

કાંઠે બેસી મરજીવાને જોઈ રહ્યો છું,

મધદરિયે હોડી નાખી દઉં તો રાહત લાગે.

છૂટી ચૂકેલા સંબંધો પૅટીમાં મૂકી,

ગંગા જળમાં તારી દઉં તો રાહત લાગે.

જાની દુશ્મન રસ્તા વચ્ચે પથરો નાખે તો,

એની ઠોકરને ટાળી દઉં તો રાહત લાગે.

સમજી શક્યો ના વેદોપુરાણોના મંત્રો,

સાજઅંગૂઠાને સાંધી દઉં તો રાહત લાગે.

 

 -‘સાજમેવાડા

Read Full Post »