Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2020

251-Sury pan Ugi jashe-સૂર્ય પણ ઊગી જશે

રાત આ ચાલી જશે  સૂર્ય પણ ઊગી જશે,

એમ તારી યાદમાં જિંદગી વીતી જશે.

હોઠ પર આવે છતાં જો યોગ્ય શબ્દો ના મળે,

આંખમાં દેખાય છે, એને હ્રદય સમજી જશે.

સ્નેહ ભીની લાગણીના વૃક્ષને સિંચ્યા કરો,

ફૂલ ફળ તો આવશે ને બાગ પણ ખીલી જશે.

તાઢ તડકો મેઘ તાંડવ પાનખર હો, કે વસંત,

ઈશ્વરી ઘટમાળ માણે એજ તો જીવી જશે.

દર્દ આપે ઐજ તો આપશે એની દવા,

માનવીની આર્તનાદો શિવ પણ પૂછી જશે.

ચાલ, આગળ થા હવે, મંઝિલ થોડી દૂર છે,

છે મિલનની આશ બાકી, સૂર્ય તો ડૂબી જશે.

‘સાજ’ તારી વેદના જો પ્હોંચશે એના સુધી,

કૃષ્ણ તારી વાંસળીમાં પ્રાણને ફૂંકી જશે.

  -‘સાજ’ મેવાડા

Read Full Post »

       250-To Pan-તો પણ

કટલાં વર્ષો ગયાં બેકાર તો પણ,

આપણે છોડ્યો નહીં અધિકાર, તો પણ.

કોઇ વાતે અન્ય પર વિશ્વાસ નો’તો,

ને થયા સંજોગના શિકાર તો પણ.

ના અહં છોડી શક્યા કે વેણ કડવા,

માફ કરતં ના થયો સ્વીકાર તો પણ.

અગ્નિ સાથે ધૃત છે, તો કોણ બચશે?

નાશ બંને, થાય એકાકાર તો પણ.

કેટલાં જોયાં હતાં ભેગા મળીને!

ને થયાં ઘણાં સપનાં સાકાર તો પણ.

જીંદગી એળે ગઇ લાચાર થઇને,

સોચ જૂદી ને હતા સંસ્કાર તો પણ.

‘સાજ’ તૂટ્યે તાલના પકડી શકો, ને-

ભર સભામાં થાય હાહાકાર તો પણ.

  -‘સાજ’ મેવાડા

Read Full Post »

249-Saval Karvano-સવાલ કરવાનો

અવનવા એ સવાલ કરવાનો,

ને સભામાં બબાલ કરવાનો.

શ્વાન જવો સ્વભાવ છે એનો,

મોંઢું ચાટીને વ્હાલ કરવાનો.

જે ભરે તગડું બીલ હોટલમાં,

રોડ પર ભાવ-તાલ કરવાનો.

દોસ્ત મારાં દરદને જાણે છે,

વૈદ થઇને ખયાલ કરવાનો.

એ હસીને વિદાય કરશે પણ,

આંસું ભીનો રુમાલ કરવાનો.

લાગણીને ખરીદશે લોકો,

રોકડી તો દલાલ કરવાનો.

પંચ પરમેશ્વર નથી આજે,

કોર્ટમાં જઇ નિકાલ કરવાનો.

સૂર સાથે સુમેળ સાધીને,

‘સાજ’ આજે કમાલ કરવાનો.

  -‘સાજ’ મેવાડા

Read Full Post »

248-Kaho to Shu Karu-કહો તો શું કરું?

મને ધરાર શોધવા કહો તો શું કરું?

તમારું નામ ઠામ પણ ન હો તો શું કરું?

હતા નજદીક, તે છતાં કદી મળ્યા નહીં,

હવે અસીમ વેદમા સહો તો શું કરું?

જનમ ધરી ધરી તમને હું શોધતો રહ્યો,

તમે હવે નકાબમાં રહો તો શું કરું?

સમયનું વ્હેણ જોઇને ડરી ગયા હશો,

તમે પ્રવાહ સાથ ના વહો તો શું કરું?

ન ‘સાજ’ને કહો, ન તાલ સાચવો,

ન રગને સહી શકો, કહો તો શું કરું?

  -‘સાજ’ મેવાડા

Read Full Post »

         247-Saluni Sanj-સલુણી સાંજ

સલુણી સાંજની રંગત હ્રદયનો આવકારો છે,

તમારી ચૂમવા પાની ઘણી લાગી કતારો છે.

ભરી ઉન્માદને શીતળ પવનની લ્હેરખી આવી,

જરા નજદીક આવો તો હુંફાળો શ્વાસ મારો છે.

નથી બાધા ભરો પ્યાલી સુરાહી ના રહે ખાલી,

ઉતાવળ ના કરો સાકી સમય થંભી જનારો છે.

જરા તું રાખ સંભાળી અમારી નાવને માંઝી,

મિલન થઇ જાય મઝધારે હવે તારો સહારો છે.

કહો તો ‘સાજ’ લઇઆવું તમે ગાઓ ગઝલ મારી,

જિવનની મોંજ માણીલો ભલે દુ:ખો હજારો છે.

   -‘સાજ’ મેવાડા

 

Read Full Post »