Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2015

Chalo jova jai ae re-a modern fatanu

એક અંતરિયાળ ગામમાં ફટાણા ગવાતાં સાંભળેલાં, એમાં “ચાલો જોવાજઈએ રે” સાંભળેલું. જોકે સાંભળેલા શબ્દો તો લખી શકાય એવા નથી પણ એ વાક્યને કેન્દ્રમાં રાખી આ હાસ્ય રચના લખાઈ છે.
જોકે હું અવઢવમાં હતો આ રચના પોસ્ટ કરવી કે નહીં! પણ આજનાતા,૨૫/૦૧/૨૦૧૫, ગુજરાત સમાચારમાં ‘વરઘોડો માણવાની મજા’ નામનો પ્રિયદર્શી નો લેખ ‘હું શાણી અને શકરાભાઈ’ કોલમમાંવાંચ્યો અને હિંમત આવી.
મજા પડશે, વાંચો.

               118-ચાલો જોવા જઈએ રે….

               (એક આધુનિક ફટાણા ગીત)

વરઘોડાનો ઘોડો ભડક્યો ચાલો જોવા જઈએ રે,

વરરાજાને નીચે પટક્યો ચાલો જોવા જઈએ રે.
કન્યા રડતી મોંયરામાં બેઠી, લંગડાને કોણ પૈણે રે,
માડી એને છાની રાખે, ચાલો જોવા જઈએ રે.
સાસુમાએ પોક મૂકી છે, મારો છૈયો મરશે રે,
સસરાજીને એટેક આવ્યો, ચાલો જોવા જઈએ રે.
બેની એને કાનમાં કે’તી, એ નહી બીજો મળશે રે,
કન્યા થઈ છે રાજી રાજી, ચાલો જોવા જઈએ રે.
સાજન માજન ટોળે મળીને ડોળા ફાડી જોતું રે,
લાડવા જલેબી ખાઈ લીધા પણ મુખવાસ બાકી રે’શે રે.
માંડવા પાછાળ પ્રેમી ઊભો, દોડતી કન્યા ભાગી રે,
માંડવો ખાલી મામા નાઠા, ચાલો જોવા જઈએ રે.
ઘોડાવાળો મનમાં મલકે, સારી થઈ છે કમાણી રે,
ઘોડો પલાણી મારી મેલે, ચાલો જોવા જઈએ રે.

-‘સાજ’ મેવાડા

Read Full Post »