Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Uncategorized’ Category

મિત્રો,

અત્યારે લગ્નોની મૌસમ પુરબહારમાં ખીલી છે ત્યારે આ “નવોઢા” સોનેટ આપ સૌને ગમશે.

        નવોઢા-સોનેટ-(મંદાક્રાંતા)

એ બેઠી’તી સુઅવસરની વાટ જોતી ઝરૂખે,

વારે વારે ટિખળ કરતી જાનડીઓ સતાવે,

સાથે આવી અણવર સખી સાચવીને હસાવે,

આંખો એની સજળ કજરી, રાખતી સ્મિત મૂખે.

 

ને વેણીથી સઘન લટના કેશ કાળા ગૂંથેલા,

હાથે મેંદી કનક કડલાં, બંગડીઓ સજાવી,

વીંટી વેઢે નિલમ જડિને, ખાસ સોને ઘડાવી,

ગાલે લાલી કજર ટપકું, લાલ હોઠો રસીલા.

 

કંકું ભેળા અક્ષત સહિતે, ચાંદલો ભાલ સોહે,

મોતી સેરો સઘટ નમણી નાસિકા નંગ વાળી,

કંદોરાથી કટિ રણકતી ઝાંઝરી ઘૂઘરાળી,

સંકોરીને ધવલ વસનો સુંદરી ‘સાજ’ મોહે.

 

ચારે કોરે પરિમલ વહે, સેજ ફૂલો ભરેલી,

આવી પો’ચી પિયુ મિલનની રાત નોખી નવેલી.

‘સાજ’ મેવાડા

Read Full Post »

VIDEOS of some of the rendering of these bhajan-geets on youtube, 20/06/2013.

I have uploaded Videos of self written & composed songs/bhajans/geets on youtube. If you are interested, may see with the search on, ‘venunad devotional bhajans’, ‘Dr Mevada’, or ‘Saaj Mevada’. Jay Shri Radhe-Krishna!

Read Full Post »

'સાજ' મેવાડા“બંશરી બનીને” નામના મારા આ બ્લોગનો રસાળ પરિચય મૌલિકા દેરાસરીએ “વેબ ગુર્જરી” પર ૬ – ૬ -૨૦૧૩ના રોજે પ્રકાશીત થયેલ લેખ, “ભ્રમણની વાટે ǁ ૩૦,૩૧,૩૨ ǁ”,માં કરાવ્યો છે.
આપને તે લેખની મુલાકાત લેવા માટે આમંત્રણ છે. આપ નીચેની લીંક પર જોઈ વાંચી શકો છો.
આભાર!
‘સાજ’ મેવાડા

http://webgurjari.in/2013/06/06/blogparichay-%E0%AB%AF/

Read Full Post »

“પરમ” કલાકારની રચનાઓ.

Image

 

કોઈ મારામાં નીરંતર ગાયા કરેછે

અને હું એના શબ્દ શબ્દને,

લખી લઉં છું.

તાલ થઈ સંગીત થઈ વરસી પડે છે,

અને હું, એને ઝીલી લઉં છું.

રાગ અને રાગીણી બની મલકી ઉઠે છે,

અને હું એમાં ઝુમી લઉં છું.

કવિ શ્રી રમેશ પટેલ, “પ્રેમોર્મિ”

મારા તત્કાલિન મિત્ર માનનિય શ્રી રમેશ પટેલ, ‘પ્રેમોર્મિ’ ના આ શબ્દો મારી આ દરેક રચનાને લાગું પડેછે. અને દ્વારિકાના મારા માનનિય મિત્ર અને મારી પુસ્તિકા, ‘વેણુનાદ’ નો અર્થ સભર પ્રાસ્તાવિક અભિપ્રાય લખી આપનાર શ્રી ઈશ્વર પરમાર સાહેબે પણ આવું જ કંઈક લખ્યું છે,

        “ ‘સાજ’ એટલે સાધન, શણગાર કે વાજિંત્ર, વાજિંત્ર જાતે નથી વાગતું પણ કોઈ કલાકાર તેને વગાડે છે. કવિ જાતે કવિતા નથી રચતા પણ કોઈ “પરમ” કલાકાર તેને રચવા પ્રેરે છે. કવિ ‘સાજ’ના સંદર્ભે એ “પરમ” કલાકારને પરમાત્મા તરીકે ઓળખવામાં કોઈ ચૂક થતી નથી.”

તો મિત્રો! પધારો ‘પરમ’ની મારી અનુંભૂતિના પંથે.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

90-Epilogue-Kite Flying Day! 

Before Uttarayan

અને ઉત્તરાયણ પછી પતંગી દિલ શું કહે છે?

શાને થાંભલે વિજળીના વિંટાયા કરું?
કે પછી કપાઈને ઝાડ પર ટીંગાયા કરું?
ઉતરું તો કોઈ દરીદ્ર બાળના હાથમાં,
પતંગ છું, તું હવા હોયતો ઊડી શકું,
નહીંતો જળાશયમાં પડી, મોક્ષ પામી શકું!
Kite traped in overhead wire

Read Full Post »

એક રાત્રે  કશીક દુન્યવી ચિંતાને લીધે ઊંઘ આવતી નહોતી. બહાર પૂનમનો ચાંદ વરંડામાંથી જોયો અને આ એક અલૌકિક અનુંભૂતિ થઈ.

 

નભથી ડોકાઈ ચાંદ મને જોઈ રહ્યો,

જરા મલકાઈ પ્રેમથી જાણે કહી રહ્યો,

જા સુઈ જા! પ્રભુ બધું જોઈ રહ્યો,

જગત-ચિંતા તારી નથી, શાને ડરી રડી રહ્યો?

‘સાજ’ મેવાડા

Read Full Post »

Listen to Audio of my Bhajan-Geets

Respected blogger friends,

You can now listen to some of my bhajan-geets on the site, totalbhakti.com where I have uploaded under the name of Saj Mevada. Please search for Saj Mevada & you will get them.

Happy listening!

Dr P A Mevada, “Saaj”

"Saaj" Mevada

 

Read Full Post »

Older Posts »