Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2019

229-Ek Evi Kal Male-Gazal

               229-Ek evi kal male-Gazal

             એક એવી કળ મળે – ગઝલ

જિંદગીને જીવવાની એક એવી કળ મળે,

હોય વગડો, ખીણ પર્વત,ચાલવાનું બળ મળે.

જે હરણ આવી ગયું છે દોડતું સાગર તટે,

પ્યાસ એની ઠારવાને ક્યાંક મીઠું જળ મળે.

કેમ સર્જનહાર તારા આ જગતના બાગમાં,

હોય છે ફૂલો ઘણા, થોડા વિના પીમળ મળે?

માત્રૃભૂમિ કાજ ખૂદનો જાન ન્યોછાવર કરે,

એમની એ દેશદાઝે મોત પણ ઉજ્જવળ મળે.

સૂરથી સંવાદ સાધે ‘સાજ’ ની આ જિંદગી,

કૈં નહીં તો શબ્દ સાથે અર્થનું અંજળ મળે.

   -‘સાજ’ મેવાડા         25-04-2019

  

Read Full Post »

      228-Vanchaie Jau Chho – Gazal

             વંચાઇ જાઉં છું – ગઝલ

ખૂલ્લી કિતાબ જેમ હું વંચાઇ જાઉં છું,

છાપે ચડી ગયેલ છું ફેંકાઇ જાઉં છું.

કડવી મળી દવા છતાં ઘોળી ને પી ગયો,

શાને કહો હું દુ:ખથી ઘભરાઇ જાઉં છું.

પ્હોંચી જતે હુંયે કદી મારા મુકામ પર,

રસ્તો બતાવનાર, જો, ફંટાઇ જાઉં છું.

અપરાધ તો કરો તમે,દીધી સજા મને?

સાચે જ હું બેકસૂર છું, દંડાઇ જાઉં છું.

ભોળો હતો, હજીય છું, મૂરખ ગણો નહીં,

હું લાગણી સભર બની, લૂંટાઇ જાઉં છું.

ઉશ્કેરશો કદી મને તો યાદ રાખજો,

ગુસ્સે હવે થતો નથી, ગમખાઇ જાઉં છું.

બેરંગ જિંદગી હવે કોરી રહી નથી,

હું ‘સાજ’ની ગઝલ કહી, રંગાઇ જાઉં છું.

   -‘સાજ’ મેવાડા 17/04/2019

Read Full Post »

227-સમજાવના – ગઝલ

Read Full Post »

226-ચોપાસ લાગે-ગઝલ

Read Full Post »