183-છોડીદે-ગઝલ
જાતને સંહારવાનું છોડી દે,
જીવને સંથારવાનું છોડી દે,
પગતો થંભી ગયા છે ઊંબરે,
પંથને કંડારવાનું છોડી દે.
આખરે ગંગા તટે પ્હોચી ગયો,
નાવને હંકારવાનું છોડી દે.
દ્રૌપદી તો સૂતને વરશે નહીં,
બાણને ટંકારવાનું છોડી દે.
નાસમજ છે સૂર સાથે ‘સાજ’ની,
તારને ઝંકારવાનું છોડી દે.
-‘સાજ’ મેવાડા
Archive for મે, 2017
183-Chhodi de-છોડીદે-ગઝલ
Posted in Gazal gujarati, tagged કંડાર, ગંગા, જીવ, ઝંકાર, ટંકાર, તટ, તાર, દ્રૌપદી, નાવ, પંથ, બાણ, વરવું, સંથાર, સંહાર, સમજ, સાજ, સૂત, હંકાર on મે 31, 2017| Leave a Comment »
182-Jivan-Gazal-જીવન-ગઝલ
Posted in Gazal gujarati, tagged અંતકાળે, આધાર, ઈશ, કંઠ, ખેલ, ચાર, જીંદગી, જીત, ઝૂઝવા, દમદાર, દુઃખ, ધૂળ, પાર, બા’ર. સાર, મિલન, રાખ, રાગિણી, વાર, શક્યતા, સમજ, સાજ, સાજીંદા, સુખ, હકીકત, હાર on મે 24, 2017| Leave a Comment »
182-જીવન-ગઝલ
જીંદગી છે શક્યતાની પાર પણ,
એ હકીકત છે સમજની બા’ર પણ.
એ જ સાચો જીંદગીનો સાર પણ,
દુઃખમાંયે સુખ છે બે ચાર પણ.
ઝૂઝવામાં વીતશે આ જીંદગી,
છે જીવનમાં ઈશનો આધાર પણ.
જીવતરતો એક એવો ખેલ છે,
હોય એમાં જીત, સાથે હાર પણ.
અંતકાળે થઇ જશે એનું મિલન,
ધૂળ ભેગી રાખ, લાગે વાર પણ.
‘સાજ’ સાજીંદા વગર ગાતો નથી,
રાગિણી છે કંઠમાં દમદાર પણ.
-‘સાજ’ મેવાડા
Venunad.wordpress.com
181-Safar Noti-સફર નો’તી-(ગઝલ)
Posted in Gazal gujarati, tagged અસર, ઊંઘ, કદર હાથ, કસર, ખબર, ઘર, ડરી, દુશ્મની, પ્રેમ, ભળતો, મૌન, રાતભર, લાગણી, વગર, સફર, સમય, સાજ, સ્વાર્થ on મે 10, 2017| Leave a Comment »
181-Safar Noti-સફર નો’તી-(ગઝલ)
એમના પ્રેમમાં કસર નો’તી,
હાથમાં હાથની સફર નો’તી.
જોઇ લીધું ડરી ડરી જ્યારે,
કોઇની એ તરફ નજર નો’તી.
હા, કહીં એ ફરી ગયા પાછા,
એમને ઊંઘ રાતભર નો’તી.
એ સમય સાચવી નથી શકતાં,
ને કહે, એમને ખબર નો’તી.
બોલવાથી કરે અરથ ભળતો,
મૌનમાં પણ કશી અસર નો’તી.
સ્વાર્થ પણ સ્હેજ તો હશે એને,
લાગણી દુશ્મની વગર નો’તી.
જાય તો જાય કેમ એ ઘરમાં?,
‘સાજની’ જ્યાં કદી કદર નો’તી.
-‘સાજ’ મેવાડા
180 – लोग-गझल
Posted in Hindi-urdu gazals on મે 3, 2017| 1 Comment »
180 – लोग-गझल
अफवाऐं फैलाया करते है लोग,
सचकोभी उलझाया करते है लोग .
जब खूदाभी ना सुने उनकी बात,
राझ-ए-दिल छूपाया करते है लोग.
जिनेका मकसद कोई ना जाने,
जितेजी मरजाया करते है लोग.
मयखाने जाकर क्या मय पिते है?,
आंसुं पिने जाया करते है लोग.
अबतक खूदकोभी ना समजा है ‘साज’,
जाने क्या समजाया करते है लोग.
-‘साज’ मेवाडा