Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર, 2019

240-Safar Aadaru Chhu-સફર આદરું છું

નવી રાહ પર હું સફર આદરું છું,

વતન ભૂલવાના વિચારે ડરું છું.

ખબર છે મને કોઇ કચડીય નાખે,

ઘણાના ચરણમાં હું માથું ધરું છું.

હતો ખાસ દીપક ઘણા અંઘકારે,

હવે સૂર્ય સામે નમીને ઠરું છું.

હશે કેટલી લોન બાકી જિવનની?,

સમયના હજી કેમ હપ્તા ભરું છું.

તને એમ લાગે હું સમજી ગયો છું,

છતાં એજ રસ્તે હું પાછો ફરું છું.

કહો, બેધડક જે કહેવા મથો છો,

મને ઠીક લાગે હું એ આચરું છું.

ભલે ‘સાજ’ વાતો કરે લોક મારી,

બની મસ્તમૌલા હું નર્તન કરું છું.

-‘સાજ’ મેવાડા  12-09-2019

 

Read Full Post »