Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2011

જગતનોપ્રથમપ્રેમપત્રકયો? મનેપૂછોતોહુંબેધડકકહીંદઉંકેરુકિમણીએશ્રીકૃષ્ણનેલખેલોસંદેશોએજપહેલોપ્રેમપત્ર. આપણેભલેવેલેન્ટાઈન્સડેઉજવીએ,એનાબદલેરુકિમણીદિવસઉજવીએતોકેવું?

નારદમુનીઅનેઅન્યોપાસેથીશ્રીકૃષ્ણનીસુંદરતાઅનેઐશ્વર્યથીઅભિભુતથઈનેવિધર્ભનારાજારુક્મિનીસૌથીનાનીદિકરી, કુંવરીરુકિમણીમનોમનશ્રીકૃષ્ણનેપતિતરીકેઅપનાવેછે. પોતાનાશિશુપાલસાથેનાસ્વયંવરનીનોબતવાગતાંએપત્રલખીરાજપુરોહિતદ્વારાદ્વારિકામૂકામેશ્રીકૃષ્ણનેપોતાનીમુગ્ધલાગણીઓપહાંચાડેછે.મહર્ષિવ્યાસરચિતભાગવતકથામાંથીમૂળસંસ્કૃતમાંલખાયેલપત્રનોભાવાનુવાદઆપવાનોમેંપ્રયત્નકર્યોછે. સ્વ. શ્રીરમેશબેટાઈએપણએનોપદ્યાનુવાદકરેલોછે.

 

 

 

રુકિમણીનોપ્રેમપત્ર-
છંદ-મિશ્રઉપજાતી(!)  

(ભાવાનુવાદ) 

રુકિમણીકુંવરી વિધર્ભદેશે,

ભીષ્મકની મને અનુજા કેછે.

ભૂવનપતિને આવી શરણે,

ઓળખી લેજો શ્રીનાથ ચરણે.

ઐશ્વર્ય સુણીને નારદ મૂખે,

ભોજન નથી કે નિંદર સુખે.

પત્રિકા મેલીમેં ભૂદેવ જોડે,

અંબુજાક્ષ તમારી પ્રિતને ખોળે.

ત્વરિત કરી કુંડિનપુર આવો,

હરણ કરી હરિ દ્વારિકા લાવો.

શિશુપાલથી મારાં અંગો દાઝે,

શિયાળ જીતે નહીં સાવજ સામે.

પૂજા કાજે હું મંદિર જવાની,

ધન્યઘડી તે મિલન થવાની.

પ્રાણ ત્યજીશ હું ભવભવ જાણો,

અચ્યુત કેશવ નિશ્ચય મારો

 “સાજનો સ્વામી રસિક અધિરો
રથને દોડાવે દારુક વિરો.  

 

સાજમેવાડા

 

 

 

Read Full Post »

73-દ્વારિકાનો રાજા

ગોકુળનો કનૈયો દ્વારિકામાં આવીને રાજા થઈ વસ્યો છે. એને ગોકુળ,તેના માતા-પિતા, ગોપમિત્રો, ગોપીઓ અને ખાસતો રાધાની યાદ નહીં આવતી હોય?

તેના રાજ કારભારમાં રચ્યો-પચ્યો રહેવાથી ભૂલ્યો હશે? આ બધા પ્રશ્નોના ઉત્તરમાં એટલુંજ કહેયાય કે એણે હ્રદય પર પથ્થર મૂકીને સૌને ભુલવાનો પ્રયત્ન કર્યો હશે.

અથવાતો કોઈ તેની ઈશ્વરિય શક્તિથી તે ગોકુળ અને તેના પ્રિયજનોને ભૂલ્યો નથી કે તેમને છોડીને ગયો નથી.

 

દ્વારિકાનો રાજા

ગોકુળ છોડીને થયો દ્વારિકાનો રાજા,

કરવાના હોય ભલે કામ તારે ઝાઝા.

 

અમને ભૂલે તું એવું કેમ ચાલે માધા,

મેલીને આવ એવા રાજ તણા વાઘા.

 

ગોપી ગોવાળ અને ભૂલે નહીં માતા.

જાણે છે યાદ કરી ઝૂરે છે રાધા ?

 

રુકિમણી જમાડે તને રાજભોગ તાજા,

મટૂકી ગોપીની ફોડી માખણ છે ખાધા.

 

યમુનાના નિર મીઠાં, ગોમતીનાં ખારાં,

“સાજ”નો સ્વામી બેઠો હ્રદયે મૂકી પાણા.

 

“સાજ” મેવાડા

Read Full Post »