Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જૂન, 2011

Landscape Water colour by Dr. P. A. Mevada

“ચિત્રલેખા” જૂન ૨૭, ૨૦૧૧ ના અંકમાં ‘ઝલક” કોલમ અંતર્ગત શ્રી સુરેશ દલાલનો લેખ, “ ઝૂરવું ગમે એવી મૌસમ” વાંચતાં અનુભવેલા ભાવ પ્રસ્તુત રચનામાં નિરૂપાયા છે. 

‘ઝુરવું’ એ ફક્ત ક્રિયાપદ નથી, કે ઝૂરાપો એ શબ્દજ નથી. તે એક સંપૂર્ણ વાક્ય છે, એક સંપૂર્ણ કવિતા છે, એ સંપૂર્ણ રીતે ભાવને ચિત્ર રૂપે આપણા માનસપટ ઉપર ઉપસાવે છે. 

‘હરિ-ઝૂરાપો’ એ હરિને મળવાની તિવ્ર ઉત્કંઠા છે. આને મેં ઝરણું થઈને વહેતી નદીનું રૂપ કલ્પ્યું છે. જેમ નદી કંઈ કેટલાય અવરોધોને (સુખ-દુઃખને), પાર કરતી સાગરમાં ભળી જાય છે એમ હરિ મારા ઝૂરાપાને, મને અનંત સાગર રૂપે, પોતાનામાં એક અંગ (એકાંગ) કરી સમાવી લેશે. પછી મારુ અસ્તિત્વ નહીં રહે. 

હરિ-ઝૂરાપો

હરિ-ઝૂરાપો ઝરણું થઈને વહેતો,

ઝરણે ઝરણે જમુના થઈને,

વ્રજભૂમિમાં ફરતો….હરિ-ઝૂરાપો.

 

કાદવ આવે કંકર આવે,

ખિણ આવે કે પર્વત આવે,

અનંત ભણી ખળખળતો…. હરિ-ઝૂરાપો.

 

વિહંગ સૂરે રાગ છેડીને,

તરુવર ખડને કાંઠે ધરીને,

વનમાળીની વાતો…. હરિ-ઝૂરાપો.

 

મીન મગરને કછુઆ ભેળો,

નાવ ભરીને માનવ મેળો,

ધરણીધરને ગાતો…. હરિ-ઝૂરાપો.

 

હરિ-સાગર છે સ્વામી મારો,

ઊછળી કરશે સ્વાગત એવો,

‘સાજ’ એકાંગે મળતો…. હરિ-ઝૂરાપો.

‘સાજ’ મેવાડા

Read Full Post »

મિત્રો,

આજે એક નવું કૃષ્ણગીત રચાયું છે તે જૂની વાતને નવા સ્વરુપે રજુ કરે છે. ગીત ગાઈએ તોજ એની મજા હોય છે, બાકી શબ્દો એકલાતો સામાન્ય લાગે, એ ઘણા ગીતોને આપણે સાંભળીએ ત્યારે સમજાય છે.

78-ભૂલ્યો તું….

ભૂલ્યો તું ગોકુળને ભૂલ્યો વૃંદાવન,

ભૂલ્યો તારી જશોદા માતને,

ગોકુળની ગલીઓને વૃજજન ભૂલ્યો તું,

ભૂલ્યો તું રાધાજીની પ્રિતને.

 

યમુનાને કાંઠે મારી મટુકી ફોડીને તું,

નટખટ બનીને તું હસતો,

આંખ્યું ઊલાળી તું પાંપણના પલકારે,

હૈયા સાંસરવો જઈ વસતો. ……ભૂલ્યો તું.

 

વેણુના નાદને અધરાતે સુણીને,

બા’વરી બનીને હું દોડતી,

કદંબના ઝાડ ઓથે સંતાઈ તું બેસતો,

કેમ તને શ્યામ તને ખોળતી? ……ભૂલ્યો તું.

 

પાવકસી ને’ડાની લાગેલી આગને,

ચરણે પડુ છુ શ્યામ ઠાર તું,

દ્વારિકાના નાથને વિનંતી “સાજ”ની,

કો’કવાર ગોકુળમાં આવ તું……ભૂલ્યો તું.

‘સાજ” મેવાડા

Read Full Post »