Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર, 2019

242-Darvakhat-Gazal-દરવખત 

 242-Darvakhat-Gazal

     દરવખત-ગઝલ

કોઇ સામે નીકળે છે દરવખત,

કેમ છો પૂછી મળે છે દરવખત.

કોઇ કારણ મળતું નથી આ દર્દનું,

આ હ્રદય શાને બળે છે દરવખત?

ચાંદ તો છોડી ગયો છે ક્યારનો,

તોય સાગર ખળભળે છે દરવખત.

ઊંઘ તો વેરી બની તડપાવશે,

સાંજ યાદોમાં ઢળે છે દરવખત.

કોઇ પડછાયો બની પીછો કરે,

દ્વારથી પાછો વળે છે દરવખત.

હોય શબરી કે અહલ્યા આજપણ,

ક્યાં પ્રતીક્ષા ફળે છે દરવખત.

‘સાજ’ તારું કોણ છે જે દૂરથી,

સાદ તારો સાંભળે છે દરવખત.

  -‘સાજ’ મેવાડા

 

 

Read Full Post »

241-Vihval Hati-Gazal

241-Tu Vihval Hati

કેમ તું વિહ્વવળ હતી

તું પ્રભાતે સૂર્યશી ઝળઝળ હતી,

ને હ્રદયના ફૂલ પર ઝાકળ હતી.

તું વરસતા મેઘશી નિર્મળ હતી,

ને કદી ઝમઝમ કે ગંગા જળ હતી.

સ્હેજ લીધો હાછ મારા હાથમાં,

એ હથેળી કેટલી કોમળ હતી!

શક્યતાની પાર પણ તારું મિલન,

કેટલી અદ્ભૂત એવી પળ હતી.

કેમ આજે શાંત ને ગંભીર છે?

મુગ્ધ કન્યા જેમ તું ચંચળ હતી.

મેં કહી છે આ ગઝલ તારી ઉપર,

કેટલી અણબોટ તું કાગળ હતી.

‘સાજ’ સાથે દર્દ ભર્યા સૂરમાં,

ગીત ગાતી છોકરી વિહ્વળ હતી ?

  -‘સાજ’ મેવાડા

241-Vihval Hati-Gazal-Saaj Mevada

 

Read Full Post »