Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘જગત’

203-Bindhast-Gazal-બિનધાસ્ત (ગઝલ)

ઈચ્છા બધીય છોડી બિનધાસ્ત થઈ ગયો છું,

બંધન જગતના છોડી બિનધાસ્ત થઈ ગયો છું.

ગણકારતો નથી હું આઘાત જીવતરના,

હાલત ભલે કફોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

મઝધાર માંય ઊંડે તરતાં ફરી શકું છું,

ડૂબે ભલેને હોડી,  બિનધાસ્ત થઈ ગયો છું.

આપે નહીં વધારે આપે નહીં એ ઓછું,

માફક મળી પિછોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

ખર્ચી બધીય મૂડી વહોરી હતી ફકીરી,

બાકી બચી છે કોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

જા, થાય તે કરીલે, ઈશ્ર્વર તને કહું છું,

હસ્તી રહી છે થોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

આ ‘સાજ’તો રણકશે, ડરતો નથી કશાથી,

કરતાલ ઝાંઝ જોડી, બિનધાસ્ત થઈ ગયો છું.

     -‘સાજ‘ મેવાડા   2 Jan 2018

     Venunad.wordpress.com

 203-Bindhast-Gazal-Saaj Mevada

 

 

 

 

 

 

 

 

Read Full Post »

120 – નજરમાં મળી – (ગઝલ)

કડી લાગણીની નજરમાં મળી,

પછી વાત આખી નગરમાં મળી.

ઘણી શોધ તારી વસંતે કરી,

ખરી ભાળતો પાનખરમાં મળી.

હશે સાંભળી આર્તનાદો તમે,

મદદ ના અમોને સફરમાં મળી.

કળીને ભમર દાદ ના દે ભલે,

પતંગે કરીએ કદરમાં મળી.

સુરા કે સનમનો નથી સાજપણ,

મજાતો ખરી રાહબરમાં મળી.

-‘સાજમેવાડા.

 

.

Read Full Post »

એક રાત્રે  કશીક દુન્યવી ચિંતાને લીધે ઊંઘ આવતી નહોતી. બહાર પૂનમનો ચાંદ વરંડામાંથી જોયો અને આ એક અલૌકિક અનુંભૂતિ થઈ.

 

નભથી ડોકાઈ ચાંદ મને જોઈ રહ્યો,

જરા મલકાઈ પ્રેમથી જાણે કહી રહ્યો,

જા સુઈ જા! પ્રભુ બધું જોઈ રહ્યો,

જગત-ચિંતા તારી નથી, શાને ડરી રડી રહ્યો?

‘સાજ’ મેવાડા

Read Full Post »