Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મધુરી’

194-Ji Hajuri-Gazal-જી-હજૂરી હોય છે
વાત વાતે જી-હજૂરી હોય છે,
એમની નિષ્ઠા અસુરી હોય છે.
જીંદગી ભરની મજૂરી હોય છે,
એમને તોયે સબૂરી હોય છે.
વ્હેમ તો મનમાં હતો, સાચો ઠર્યો,
પ્રેમમાં બેધાર છૂરી હોય છે.
સત્યને સમજી ચુકાદો આપશે,
કોર્ટમાં એવાય જુરી હોય છે.
માનવી તો જન્મથી સારો હતો,
આ જગતની ચાલ બૂરી હોય છે.
ગાયકીમાં સમ નથી તો શું થયું?,
‘સાજ’ની તાનો મધુરી હોય છે.
-‘સાજ’ મેવાડા

Read Full Post »

161-સ્વીકારવાનું હોય છેગઝલ

ભીખ જેવું માગવાનું હોય છે,

જે મળે સ્વીકારવાનું હોય છે.

એષણાઓ ત્યજવી સહેલી નથી,

એ જ કારણ જીવવાનું હોય છે.

તું નહીં તો કોણ સાથે આવશે?,

એકલા મારે જવાનું હોય છે.

થાય છે મારી દશા સહદેવ સમ,

ક્યાં કશુંયે ભાખવાનું હોય છે.

જોઈ લીધી શક્યતાઓ મેં બધી,

જે બને છે એ થવાનું હોય છે.

ઊંઘમાં ચૂકી ગયો તારું મિલન,

એ પળે તો જાગવાનું હોય છે.

ગીતની સરગમ મધુરી રાખજે,

સાજને તો વાગવાનું હોય છે.

 -‘સાજમેવાડા

 svikarvanu-hoychhe-gazal-saaj-mevada

 

Read Full Post »

       159-કવન થઇ ગવાયા છો (ગઝલ)

મઝાની રાત મૌસમ છે, કહો શાને રિસાયા છો?

નથી જો પ્રેમ એ ગૂનો, વગર કારણ દુભાયા છો.

અમારી ભૂલ બતલાવો, સજા પણ પ્રેમથી આપો,

ધરીને મૌન બેઠા છો, અમારા પર ખિજાયા છો?

તમારો પ્રેમ હોવાનો અમે વિશ્વાસ રાખ્યો છે,

અમે કે’તા નથી તો પણ, નથી માન્યા પરાયા છો.

તમે આંસું છૂપાવો છો, અમારી યાદ આવે તો,

અમારી જિંદગી મોંહે, તમે સૌથી સવાયા છો.

જરા કાને ધરો તો ‘સાજ’ની સરગમ મધુરી છે,

અમારા શ્વાસમાં કાયમ, કવન થઇને ગવાયા છો.

–     ‘સાજ’ મેવાડા

159-Kavan thaine Chhavaya Chho-Gazal Saaj Mevada

Read Full Post »