Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘કડી’

120 – નજરમાં મળી – (ગઝલ)

કડી લાગણીની નજરમાં મળી,

પછી વાત આખી નગરમાં મળી.

ઘણી શોધ તારી વસંતે કરી,

ખરી ભાળતો પાનખરમાં મળી.

હશે સાંભળી આર્તનાદો તમે,

મદદ ના અમોને સફરમાં મળી.

કળીને ભમર દાદ ના દે ભલે,

પતંગે કરીએ કદરમાં મળી.

સુરા કે સનમનો નથી સાજપણ,

મજાતો ખરી રાહબરમાં મળી.

-‘સાજમેવાડા.

 

.

Read Full Post »

ખૈરાત ખપતી નથી (ગઝલ)  ©

 

ભૂલી જવાની વાત કંઇ જચતી નથી,

તારી ભલે સીધી કડી જડતી નથી.

એકેક ક્ષણ મારી કને તું હોય છે,

સપના વિનાની આંખ ઉઘડતી નથી.

કેવો જલાવે છે મને, અગ્નિ વગર,

બળ્યા કરું તો રાખ પણ ખરતી નથી.

ચાતક સમો વ્હેવાર છે મારો હજી,

તારા થકી એ બુંદ જો પડતી નથી.

આપી શકે તો આપજે, તારો ગણી,

ખૈરાત બાકી ‘સાજ’ને ખપતી નથી.

 

‘સાજ’ મેવાડા

વજન – ગાગાલગાX3

Read Full Post »