Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘પતંગો’

   (૧૩૦)-કેમ એવું થાય છે (ગઝલ)

આ સમંદર ખળભળે છે, કેમ એવું થાય છે?

ચાંદની જળ પર તરે છે, કેમ એવું થાય છે?

બાગ આખામાં ફરીને, એક ભમરો ફૂલની,

એ જ ડાળે ગુનગુને છે, કેમ એવું થાય છે?

વ્હેમ એને હું પણાનો છે ઘમંડી દીપને,

આ પતંગો જાન દે છે, કેમ એવું થાય છે?

તાપ સૂરજનો ખમી, ધરતી પૂકારે મેઘને,

સ્નેહથી ભીંજવે છે, કેમ એવું થાય છે?

સાજગોપી વાંસળીના સૂરથી ઘેલી બને,

કૃષ્ણ, રાધા નામ લે છે, કેમ એવું થાય છે?

-‘સાજમેવાડા

130-Kem Avu thayChe- Gazal - Saaj Mevada30102015018

Read Full Post »

120 – નજરમાં મળી – (ગઝલ)

કડી લાગણીની નજરમાં મળી,

પછી વાત આખી નગરમાં મળી.

ઘણી શોધ તારી વસંતે કરી,

ખરી ભાળતો પાનખરમાં મળી.

હશે સાંભળી આર્તનાદો તમે,

મદદ ના અમોને સફરમાં મળી.

કળીને ભમર દાદ ના દે ભલે,

પતંગે કરીએ કદરમાં મળી.

સુરા કે સનમનો નથી સાજપણ,

મજાતો ખરી રાહબરમાં મળી.

-‘સાજમેવાડા.

 

.

Read Full Post »