Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘વસંત’

120 – નજરમાં મળી – (ગઝલ)

કડી લાગણીની નજરમાં મળી,

પછી વાત આખી નગરમાં મળી.

ઘણી શોધ તારી વસંતે કરી,

ખરી ભાળતો પાનખરમાં મળી.

હશે સાંભળી આર્તનાદો તમે,

મદદ ના અમોને સફરમાં મળી.

કળીને ભમર દાદ ના દે ભલે,

પતંગે કરીએ કદરમાં મળી.

સુરા કે સનમનો નથી સાજપણ,

મજાતો ખરી રાહબરમાં મળી.

-‘સાજમેવાડા.

 

.

Read Full Post »

મારા ઘણા મિત્રોને લાગતું હશે કે, ‘સાજ’ ભજન લખવાનું છોડીને ગઝલ પ્રત્યે કેમ વળી ગયો?

મારો જવાબ એ છે કે, કવિ, (હજી, ના કહો તો ચાલશે) જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોતો, અનુંભવતો હોય એજ લખે છે. આની લાંબી ચર્ચા કરતો નથી, પણ કોઈપણ સાહિત્યકાર, પછી તે કવિ હોય કે નવલકથાકાર, સાંપ્રત સમયના બનાવો, અંગત અનુંભવોને પોતાની સમજ, ઘડતર અને ભણતર પ્રમાણે વર્ણવી લખતો હોય છે. આ એક સત્ય છે, જે મારા પ્રતિષ્ઠિત ને નિવડેલા કવિ અને લેખક મિત્રો પણ સ્વિકારશે, એમાં બે મત નથી.

તો ચાલો આજે એક નવા અનુંભવની ગઝલ આપના પ્રતિભાવો માટે સાદર રજું કરું છું.

ખાસ નોંધ – બે દિવસ પહેલાં મારા એક અંગત મિત્રના માતાજી દેવલોક સિધાવ્યા, એમની અંતિમ ક્રિયા માટે  હું ૨-૩ કલાક સ્મશાનમાં રોકાયો હતો, એ દરમ્યાન મેં જે અનુંભવ્યું અને જે વિચારો આવ્યા એના પર આ ગઝલ રચાઈ છે. 

—જવાદેજો.

હૃદયના સૌ સંબંધોને જવા દેજો,

પછી ધીરે જનાજાને જવાદેજો.

સભામાંથી ભલે ચાલ્યો જવાનો છે,

સવેળા પાછલા દ્વારે જવા દેજો.

કપાયા જંગલોમાં, એક વૃક્ષ જે-,

સિંચેલું છે, વસંતે ફોરવા દેજો.

ઘણા કીધા, કરેલા કેસ જે ખોટા,

લખી, ‘નિર્દોષ છે’, છોડી જવા દેજો.

કદી એની જડે જો કોઈ નિશાની,

ડૂબાડી ‘સાજ’ ગંગામાં જવા દેજો.

-‘સાજ’ મેવાડા

Read Full Post »

મિત્રો,

આજે વસંતપંચમી ના દિવસે મારી આ ભાવ-ભીની રચના, તમને જરુર ગમશે.

 

84-વસંતનાં વધામણાં

વસંતી વાયરામાં વનરાજી ઝુલે,

ભમરાએ ગૂંજ ભરી કળી કળી ને ફૂલે.

 

કેસુડાની ડાળ બેઠી કોયલડીના કંઠે,

નિસર્ગ દે વધામણી ટહુંકે ને ટહુંકે.

 

નવપલ્લવિત આંબાને મંજરીઓ ફૂટે,

ચંપાના પીળા ફૂલ સહેલીઓ લૂંટે.

 

કન્યાઓ અંબોલડે ગુલાબ જુઈ ગૂંથે,

સુંગંધ લેવાને ભલે પ્રિયતમ જોઈ ચૂંમે.

 

ફૂલડોલ ઉત્સવને હિંડોળા ખાટે,

માધવ ઝુલે છે પ્રેમે ભક્તોના ઠાઠે.

 

વાંસળીનો સૂર આજ ગોકુળમાં ગૂંજે,

વિરહિણી રાધાના ‘સાજ’ શણગારો ભીંજે.

“સાજ” મેવાડા

Read Full Post »

યમુના ના તીરે રાધા અને ગોપીઓ ભેળી થઈને તેમના વ્હાલા શ્યામ-કનૈયાને રમવા(રાસ) બોલાવે છે. સૌ વસંતના વાયરામાં ફૂલોની સુગંધ સાથે કોયલ અને ઢેલડીના ટહૂંકા રૂપે સંદેશો મોકલે છે, કે શ્યામ હવે વ્હેલેરા આવો અમે તમારા મિલનનની આશાએ વ્યાકૂળ થયાં છીએ, ના આવો તો તમને અમારા સમ છે.

શ્યામ આવોને રમવા

રાધા ને ગોપીઓ, ટોળે મળી છે શ્યામ, આવોને રમવા,

ખીલી છે ચાંદની ને, વસંતી રાત શ્યામ, આવોને રમવા.

 

કોયલ ને મોરનીના, ટહૂકાના ગુંજથી,

ફોરમ ફૂલડાની લઈ, વાયરાના પુંજથી,

મેલ્યો સંદેશો તને, નંદજીના લાલ, શ્યામ, આવોને રમવા.

 

વેણુનો નાદ ધીરે, ધીરે છેડીને,

સંતાયો કા’ન ક્યાંક નજરૂ ચોરીને,

યમુનાને તીર સખી, જુએ છે વાટ, શ્યામ, આવોને રમવા.

 

સોગન દઈને ‘સાજ’ , વિનવે હરિને,

વે’લેરા આવો નાથ, વેણુ ધરીને,

મિલનની ઝંખનામાં, ખોયું છે ભાન, શ્યામ, આવોને રમવા.

ગીત – ‘સાજ’ મેવાડા,

રાગ – સારંગ

Read Full Post »

“ ૠતુઓ માં વસંત ૠતુ હું છું. 

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહેછે કે, “ૠતુઓ માં વસંત ૠતુ હું છું“. અત્યારે વસંત ૠતુનો સમય છે અને સામે હોળી આવી રહી છે ત્યારે આ ગીત આપસૌને ગમશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શામળિયા તારા શ્યામ રંગમાં 

હુંતો હોળીમાં રંગે રંગાણી, શામળિયા તારા શ્યામ રંગમાં.

ઓલા કેસરીયા રંગમાં રંગાણી, શામળિયા તારા શ્યામ રંગમાં.

હોળી રમે રાધેશ્યામ ગોપીઓની સંગમાં,

મોરમુંકુટ શિશ ધરે વનમાળા કંઠમાં,

મીઠી બંશરીની ધુનમાં ખોવાણી,શામળિયા તારા શ્યામ રંગમાં.

અવનીને ફળફુલ પંખીઓને મોરમાં,

રંગરેજ મારો શ્યામ રંગ ભરે વ્યોમમાં,

એની નજરું ના બાણથી વિંધાણી,શામળિયા તારા શ્યામ રંગમાં.

સુરતાલ ‘સાજ’ રચે ગીતડાં વસંતનાં,

રસિયાને હોળી રમે નાચે ઊમંગમાં,

પ્રિત જનમો જનમની પિછાણી,શામળિયા તારા શ્યામ રંગમાં.

રાગભૂપાલી 

સાજમેવાડા

Read Full Post »